ગીતશાસ્ત્ર
Chapter 99
ગુજરાતી બાઇબલ1યહોવા રાજ કરે છે, પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો, કરૂબીમ પર તે બિરાજે છે, સમગ્ર પૃથ્વી કાપો.
2સિયોનમાં યહોવા મહાન છે તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
4સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ, તમે ભલાઇનું સર્જન કર્યુ છે અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5આપણા દેવ યહોવા મોટો મનાવો, અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે, સહાયને માટે યહોવાને વિનંતી કરી; ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી, તેઓ તેમને આપેલા તેના આદેશો અને કાયદાને અનુસર્યા.
8હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો; જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો. તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો. પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો, કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.