Home ગીતશાસ્ત્ર 84 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 84

ગુજરાતી બાઇબલ
1હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
2તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ, ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
4તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે; તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
5જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય તમારા માગોર્ માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
6તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે. જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે. પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.
7તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
8હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
9હે દેવ, અમારી ઢાલને જુઓ; તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું, તે મને વધારે પસંદ છે.
11કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે; જે રાખે છે ભરોસો તમારા ઉપર.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme