Home ગીતશાસ્ત્ર 58 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 58

ગુજરાતી બાઇબલ
1ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો? શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
2ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે; તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
3દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માગેર્ વળે છે; ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
4તેઓનું વિષ સાપના વિષ જેવું છે, તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
5ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે, છતાંય તેનો સાદ સંભળાતો નથી.
6હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો; હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
7સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો; સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
8તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા, અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
9તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા, તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.
10દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે, તે એક સૈનિક જેવો થશે, જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.
11માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે, સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme