ગીતશાસ્ત્ર
Chapter 47
ગુજરાતી બાઇબલ1આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
3તે બીજા રાષ્ટોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકે છે.
4તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે, અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ; પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે. તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટોના નેતાઓ ભેગા થયા છે. બધાં રાષ્ટોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે, દેવ સવોર્ચ્ચ છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.