ગીતશાસ્ત્ર
Chapter 54
ગુજરાતી બાઇબલ1હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2હે દેવ, મારી પ્રાર્થના સાંભળો; મારા મોઢાંની વાતો કાને ઘરો.
3વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે, મારો જીવ લેવા ઇચ્છે છે. ‘દેવ છે’ એ હકીકતની તેમને દરકાર નથી.
4યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.
5યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે, હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.
6હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
7દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે. 8
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.