Home ગીતશાસ્ત્ર 139 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 139

ગુજરાતી બાઇબલ
1હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે; અને તમે મારા વિષે બધું જાણો છો.
2મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો; મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4હું બોલું તે અગાઉ તમે જાણો છો, કે હું શું કહેવા ઇચ્છુ છું.
5તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે; અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે; તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
7તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
8જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
9જો હું પરોઢિયાની પાંખો પર સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે; તમારું સાર્મથ્ય મને સહાય કરશે.
11જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી; તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે; અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13કરણ તમે ઘડ્યુઁ છે, અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ; માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ; હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇનેમારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો. પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા, તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા. અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે! દેવ તમે ઘણું બધું જાણો છો!
18જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય, અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
19હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો; અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે; અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે; તેઓ કેટલા મૂર્ખ છે!
21હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23કરણ ઓળખ; મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.
24ખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જણાવો; અને સનાતન માગેર્ મને દોરી જાઓ.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme