Home ગીતશાસ્ત્ર 121 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 121

ગુજરાતી બાઇબલ
1હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું, મને સહાય ક્યાંથી મળે?
2આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર યહોવા પાસેથી મને સહાય મળે છે.
3તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ. તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી.
5યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે.
6ખ નહિ પહોચાડે.
7યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે. તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme