Home ગીતશાસ્ત્ર 77 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 77

ગુજરાતી બાઇબલ
1મે યહોવાને મદદ માટે પોકાર કર્યો; મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
2જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી. મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
3હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું. મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
4તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
5હું અગાઉના દિવસો અને પૂર્વનાં વષોર્નો વિચાર કરું છું .
6તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી, હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
7“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
8શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ? શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
9અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?
10પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે અસ્વસ્થ કરે છે તે આ છે.”
11શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે? અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13હે યહોવા, તમારા માગોર્ પવિત્ર છે, તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો, તમે રાષ્ટોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.
16તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો, અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયા’તા.
17વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં; વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો; વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ. અને પૃથ્વી કંપી તથા ડોલી.
19તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં; તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20તમે મૂસા તથા હારુનની મારફતે, તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme