Home ગીતશાસ્ત્ર 52 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 52

ગુજરાતી બાઇબલ
1અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? તું લગાતાર દેવને અપકીતિર્ કરનાર છે?
2તું દુષ્ટ યોજનાઓ બનાવે છે. તારી જીભ અણીદાર અસ્રા જેવી છે. તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે, તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે, અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે કે,
7“જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, અને દુષ્કમોર્ને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું. હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ. તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme