ગીતશાસ્ત્ર
Chapter 24
ગુજરાતી બાઇબલ1આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે, આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
2તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે, અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
3યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે, તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી, તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી, અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
5તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે, અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
6તેઓ પેઢીના લોકો છે જેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
7હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો! હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
8તે ગૌરવવાન રાજા કોણ છે? એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે, તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.
9હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો. અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો. હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ; અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10આ ગૌરવવાન રાજા કોણ છે? યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.