ગીતશાસ્ત્ર
Chapter 114
ગુજરાતી બાઇબલ1જ્યારે ઇસ્રાએલીઓ વષોર્ પૂવેર્ મિસરમાંથી નીકળ્યા, તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
2પછી યહૂદિયા દેવનું નવું ઘર અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
3તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો; યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
4પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો? યર્દન નદી, શું થયું તારા પાણીનું? શા માટે તમે પાછા હઠી ગયા?
6અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
7હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ, તું થરથર કાંપ.
8તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું. તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.