Home ગીતશાસ્ત્ર 141 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 141

ગુજરાતી બાઇબલ
1હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો; કારણકે, મેં પ્રાર્થના કરી છે. મદદ માટેનો પોકાર સાંભળો.
2મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ, મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!
3હે યહોવા, મારા મુખને બંધ રાખવા અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
4મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ, જેથી દુષ્કમોર્ કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
5જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ. તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે. હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું! પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
6તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે. તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.
7જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે, તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
8પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું. હું તમારો વિશ્વાસ કરું છું. મારા આત્માનો નાશ ન થવા દો.
9તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય, અને તમે મારી રક્ષા કરો.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme