Home ગીતશાસ્ત્ર 105 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 105

ગુજરાતી બાઇબલ
1યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો. તેમનાં કૃત્યો લોકોમંા પ્રસિદ્ધ કરો.
2યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો; યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો; સદા- સર્વદા તમે તેના મુખને શોધો.
5તેણે જે આશ્ચર્યકારક કમોર્ કર્યા છે તે તથા તેનાં ચમત્કરો અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો. અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
7તેઓ આપણા દેવ યહોવા છે; તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
8તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે; અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
9એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો; અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું, અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ; અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
12જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં.
13તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં.
14તેમણે તેઓ પર કોઇને દુર્વ્યવહાર કરવા દીધો નહિ; દેવે રાજાઓને તેમને ઇજા નહિ કરવાની ચેતવણી આપી.
15દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી; મારા અભિષિકતોને રંજાડશો નહિ; અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”
16તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો, અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી, અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
23પછી યાકૂબ મિસરમાં આવ્યો; અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24દેવે તેમની વૃદ્ધિ કરી, અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા; અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
27દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા; ભયાવહ ચમત્કાર કરવા.
28દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો, છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.
29અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું; અને સર્વ માછલાં મારી નાંખ્યા.
30પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં; તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.
31યહોવાએ આદેશ આપ્યો, અને જૂ’ઓ મિસરમાં એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.
32તેણે વરસાદને બદલે કરા મોકલ્યા; અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ.
33તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો. અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
34તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા તથા તીડો આવ્યા.
35તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં; અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
36તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, દેવેે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
37તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે, સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં; કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી; અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં; અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
42તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઇ આવ્યાં.
44તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી; અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે અને તેના માગોર્ને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ; હાલેલૂયા!
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme