ગીતશાસ્ત્ર
Chapter 11
ગુજરાતી બાઇબલ1યહોવા પર હું ભરોસો રાખું છું , તો પછી “શા માટે તમે મને સુરક્ષા માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”
2કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ, તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે. તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે, અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
3જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે, તો પછી સારા લોકો શું કરી શકે?
4યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
5યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
6દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
7કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.