ગીતશાસ્ત્ર
Chapter 46
ગુજરાતી બાઇબલ1દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
2માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય, અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
3ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે, ને પર્વતો ધ્રુજી ઉઠે.
4ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
5દેવ સ્વયં તે નગરમાં વસે છે. દેવ પરોઢિયે તેની સહાય કરશે, તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
6ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો; જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
7આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે; આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
8આવો અને યહોવાના પરાક્રમો જુઓ. તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
9તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે, ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો, કે હું દેવ છું, સવેર્ રાષ્ટો મારો આદર કરશે. અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
11સૈન્યોના યહોવા આપણી સાથે છે, યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.