Home ગીતશાસ્ત્ર 13 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 13

ગુજરાતી બાઇબલ
1હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું: જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો? કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો? કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો. જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે. મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ, કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme