Home ગીતશાસ્ત્ર 70 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 70

ગુજરાતી બાઇબલ
1હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા, મને સહાય કરવાં દોડી આવો.
2જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.
3જેઓ મારી મશ્કરી કરે છે, તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4જેઓ તમારું મુખ શોધે છે, તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો; જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5પણ હું તો દરિદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme