ગીતશાસ્ત્ર
Chapter 128
ગુજરાતી બાઇબલ1જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે.
2તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે; ઇસ્રાએલને શાંતિ થાઓ.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.