ગીતશાસ્ત્ર
Chapter 101
ગુજરાતી બાઇબલ1હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ. હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ.
2હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?
3હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો; અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો; જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો.
4હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ, અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
5હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ. જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે; તેમને હું સહન કરીશ નહિ.
6હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ, ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.
7વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ, જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ.
8આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ, હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.