ગીતશાસ્ત્ર
Chapter 100
ગુજરાતી બાઇબલ1હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં; તેમની સમક્ષ આવો.
3અને તમે જાણો, યહોવા તે જ દેવ છે; તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો, અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો; આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5કારણ, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.