ગીતશાસ્ત્ર
Chapter 23
ગુજરાતી બાઇબલ1યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ.
2તે મને લીલાં બીડમાં સુવાડે છે અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માગેર્ ચલાવે છે.
4મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ; કારણ હે યહોવા, તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો. અને મારા માથા પર તેલ રેડો છો. મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે; અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.