Home ગીતશાસ્ત્ર 120 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 120

ગુજરાતી બાઇબલ
1મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો; અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
2હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી તમે મારા આત્માને બચાવો.
3હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો? તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
4તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
5મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું અને કેદારનાં તંબુઓમાં વસું છું.
6જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઇ ગયો છું.
7જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે. હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme