ગીતશાસ્ત્ર
Chapter 14
ગુજરાતી બાઇબલ1મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.” તે માણસ ષ્ટ અને અનૈતિક છે. તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.
3પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.
4તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે, અને તે દુષ્કમોર્ કરનારાઓ દેવને નથી જાણતા. તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે, કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે. પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7ભલે ઇસ્રાએલનું તારણ સિયોન પર્વત પર આવે. જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે ત્યારે યાકૂબ પ્રસન્ન થશે અને ઇસ્રાએલ સુખી થશે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.