ગીતશાસ્ત્ર
Chapter 65
ગુજરાતી બાઇબલ1હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ; અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
2તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
3અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે, પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
4તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
5હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
6દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં. તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
7તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને, તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
8આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે. સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
9તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે અને ભૂમિને પાણી આપે છે. દેવની નદી પાણીથી ભરેલી છે જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10તમે ખેતરનાં ચાસોને વરસાદનું પાણી આપો છો, વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો, અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો. તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે, અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે; આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે. અને હા, તેઓ ગીતો ગાય છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.