Home ગીતશાસ્ત્ર 119 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 119

ગુજરાતી બાઇબલ
1જેઓ પવિત્ર જીવન જીવે છે, તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે, તેઓ સર્વ આશીર્વાદિત છે.
3તેઓ કદી ખરાબ કામ કરતા નથી, અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
4તમે અમને નિયમો આપ્યાં છે, તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
5મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે તેમ હું ઇચ્છુ છું.
6પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
7તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ; ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
8હું તમારા વિધિઓને અનુસરીશ, તેથી કૃપા કરી મને છોડશો નહિ!
9જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે; તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે; જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
122યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને મને તમારા વિધિઓ શીખવો.
13મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14સંપત્તિ કરતાં તમારા નિયમોમાં મને વધુ આનંદ મળે છે.
15હું તમારા શાસનોની ચર્ચા કરું છું, હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16હું તમારા વિધિઓને માનું છું; હું તેમને ભૂલી જઇશ નહિ.
17મને તમારા સેવકને બદલો આપો; જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
18તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
19પૃથ્વી પર હું તો એક યાત્રી છું; તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
20મારું હૃદય તમારા ન્યાયવચનો માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
21તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી. તેમને ઠપકો આપો છો.
22મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો; કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
23સરદારો પણ આસનો પર બેઠાબેઠા મારી વિરુદ્ધ બોલતા હતા; પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
24હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે.
25હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું. તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26મેં મારા માગોર્ પ્રગટ કર્યા; અને તેઁ મને ઉત્તર આપ્યો; મને તારા વિધિઓ શીખવ.
27તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો, જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે, તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો; કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે. તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને; મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ; કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
33હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34કરણથી તેને માનીશ.
35મને તમારા આજ્ઞાઓના માગેર્ દોરો. કારણકે હું તેમાં આનંદ માણું છું.
36તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે, કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; અને તમારા માગેર્ જીવન જીવવા માટે મને મદદ કરો.
38તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
41હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે મારું તારણ મારા પર આવો.
42તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે, હું તમારા વચનનો ભરોસો કરું છું.
43ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો, હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ, અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47તમારા નિયમો મને બહુ પ્રિય છે; તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
49હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો, તે વચન મને આશા આપે છે.
50ખમાઁ આશ્વાસન મળ્યું છેં; અને તમારા વચને મને જિવાડ્યો છે.
51અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે. અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે, અને હું તમારા નિયમો પાળુ છું.
56આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.
57હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે; તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે, અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; જરાય મોડું કર્યુ નથી .
61મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ તમારો આભાર માનીશ.
63જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે, અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે, મને તમારા વિધિઓ શીખવો.
65હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે, મારા માટે સારું જ કર્યુ છે.
66મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો, હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી, પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
68તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
69ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
70કરણ સ્થૂળ છે; પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
71મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું, એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
72હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
73તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવો; અને તેનું પાલન કરવાની સમજ આપો.
74તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે; કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
75હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે. અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
76તમારા વચન પ્રમાણે તમારા સેવકને તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
77હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો, તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78ભલે અભિમાનીઓ લજ્જા પામો; તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે. છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
79ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે; તેઓ મારી પાસે આવો.
80તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિદોર્ષ શુદ્ધ રહો; તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો; જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.
81મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે. પણ હું તમારા વચનની આશા રાખું છું.
82તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે. જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે. તમે મને ક્યારે આશ્વાસન આપશો?
83હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું, પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
84કેટલા દિવસ છે તારા સેવકના? તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
85જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા; તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
86તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે. તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87તેઓએ લગભગ મને મારી નાખ્યો, છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
88તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
89હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
91તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ, તે સર્વ તમારા સેવકો છે.
92ખમાંજ નાશ પામ્યો હોત.
93હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને, કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
94હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ, મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
95દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે; છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
97તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણકે મારી પાસે સર્વદા છે.
99મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું ; કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માગોર્થી પણ પાછા વાળ્યા છે.
102તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી; કારણકે તમે મને તે શીખવ્યા છે.
103મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે! મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
105મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે; મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, “હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107ખમાં કચડાઇ ગયો છું; તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે; છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે; છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હૃદયનો આનંદ છે.
112મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
113બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું. પણ હું તમારા નિયમોને ચાહું છું.
114તમે જ મારી ઓથ તથા ઢાલ છો; મને તમારા વચનની આશા રાખું છે.
115દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો, જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.
116તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું. મારી આશાઓને નિરાશ ન કરો.
117મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ. અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
118હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો, કારણકે તમે તેમનાં છેતરામણા માગોર્ને પ્રગટ કરો છો.
119તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120હું તમારા ભયથી કાંપુ છું, અને તમારા ન્યાયવચનનો આદર કરું છું.
121મેં જે સારું અને સાચું છે તે કર્યુ છે; યહોવા, મને મારા પર જુલમ કરનારના હાથમાં ન સોંપો.
122તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો. ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123તમારા તારણની અને પવિત્રવચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઇ ગઇ છે.
124તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો; અને તમારા વિધિઓ મને શીખવજો.
125હું તો તમારો સેવક છું, મને શાણપણનું વરદાન આપો, જેથી હું તમારા સાક્ષ્યોને જાણી શકું.
126હે યહોવા, હજુ સમય છે કઇંક પગલા ભરો; કારણકે દુષ્ટ માણસોએ નિયમોનું ખંડન કર્યુ છે.
127જ્યારે હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.
128તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું ; અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
129તમારા નિયમો અદભૂત છે; તેથી હું તેમને આધિન છું.
130તમારા વચનો એક તિરાડ જેવા છે જે અંધારા ઓરડામાં પ્રકાશ પાથરે છે, અને તેથી એક સામાન્ય માણસ પણ સમજી શકે છે.
131તમારાં વચનો માટે મને ઉત્સુકતા છે; હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું.
132તમારા પર પ્રેમ કરનારાઓ સાથે તમે જે રીતે વતોર્ છો; તેમ તમે મારા તરફ જોઇને મારા પર દયા કરો.
133હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો. કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.
134જુલમી માણસોમાંથી મને બચાવો, જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું.
135તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા બધાં નિયમો મને શીખવો.
136તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.
137હે યહોવા, તમે ન્યાયી છો, તમારા ન્યાયવચનો યથાર્થ છે.
138તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા, ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.
139તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે, કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.
140તમારા શબ્દો તદૃન નિર્મળ છે; અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
141જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી, હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.
142તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.
143મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે. પરંતુ તમારી આજ્ઞામાં મારી પ્રસન્નતા રહે છે.
144તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે, માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.
145મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા, મને ઉત્તર આપ; હું તમારા નિયમોનું પાલન કરીશ.
146‘મારું રક્ષણ કરો’ મેં તમને પ્રાર્થના કરી છે; એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી; અને મે તમારી વાતની આશા રાખી.
148તારા વચનનું મનન કરવા માટે; મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151હે યહોવા, તમે મારી નજદીક છો; અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
153મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો; કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154મારી લડતને લડો અને મને બચાવો! મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે; કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે; તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે; છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો; કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું, તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે; અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
161મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે; પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162જેમ કોઇકને મોટો ખજાનો મળે તેમ તમારા વચન મને રાજી કરે છે.
1633હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે; કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167હું તમારા સાક્ષ્યોને અનુસર્યો અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
169હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો; અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો. કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે, મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું; તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું; તમે આવો અને મને તમારા સેવકને શોધી કાઢો. કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme