Home ગીતશાસ્ત્ર 138 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 138

ગુજરાતી બાઇબલ
1હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ; હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
2તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે, હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, હું તમારો આભાર માનીશ અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
3મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
4હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે; તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5તેઓ યહોવાના માગોર્ર્ વિષે ગીત ગાશે, કારણકે યહોવાનો મહિમા મહાન છે!
6જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે. તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે. પણ ગવિર્ષ્ઠ માણસોને તો તે દૂરથી જ ઓળખે છે.
7ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો; મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
8યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે. હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે; મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme