અયૂબ
Chapter 40
ગુજરાતી બાઇબલ1યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
2“અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે? તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો. હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે? શું તું મને જવાબ આપીશ?”
3ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,
4“મારી કશીજ વિસાત નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? મારો હાથ મારા મોં પર રાખીને હું મૌન રહું છું.
5હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ. હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”
6પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે:
7તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા.
8અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ? તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિદોર્ષ દેખાઇ શકીશ?
9તારે મારા જેવા ભુજ છે? મારી જેમ તું ગર્જના કરી શકે છે?
10તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે. જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ.
11જો તું દેવ સમાન હોય, તો તું તારો ક્રોધ વ્યકત કરી શકીશ અને ઘમંડીઓને પછાડીશ.
12હાં અયૂબ! એ ગવિર્ષ્ઠ લોકો સામે જો અને તેઓને નમ્ર બનાવ. દુષ્ટો જ્યાં ઊપસ્થિત હોય, કચરી નાખ.
13સર્વ ગવિર્ષ્ઠ લોકો ને ધૂળમાં દાટી દો. તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
14જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે.
15ગેંડાની સામે જો. મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.
16તેના પેટમાંના સ્નાયુઓ ખુબજ બળવાન છે તેના શરીરમાં ઘણી શકિત છે.
17એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે, એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે!
18તેના હાડકાં કાંસા જેવા છે. તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
19મારા પ્રાણીઓના સર્જનોમાં ગેંડો શ્રેષ્ઠ છે. જો કોઇ તેનું સર્જન કરવાનો દાવો કરે તો ભલે તે મારી સાથે તરવાર લઇને લડવા આવે.
20જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે તેવા પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
21તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે.
22કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે.
23જો નદીમાં પૂર આવે, તો ગેંડો ભાગી જશે નહિ. તે યર્દન નદી તેના મોઢા પર પાણી ઊડાડે તો પણ તે ગભરાતો નથી.
24તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે? તેના નાકમાં નથ કોણ નાખી શકે છે?
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.