Home Bibles ગીતશાસ્ત્ર 68:27 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 68:27 · ગુજરાતી બાઇબલ

બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે, યહૂદાના સરદારો, ઝબુલોન-નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.

Cross references

ઊત્પત્તિ 42:32

અમે બાર ભાઈઓ એક જ પિતાના પુત્રો છીએ. સૌથી નાનો અત્યારે અમાંરા પિતા પાસે છે. અને એકનો તો કશો પત્તો જ નથી.”

ગણના 34:21

બિન્યામીનના કુળસમૂહમાંથી કિસ્લોનનો પુત્ર અલીદાદ.

ન્યાયાધીશો 5:18

પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.

ન્યાયાધીશો 20:35

યહોવાએ બિન્યામીની કુળસમૂહને ઈસ્રાએલીઓને હાથે પરાજય અપાવ્યો અને તે દિવસે 25,100 બિન્યામીની યોદ્ધાઓ માંર્યા ગયા અને તે સર્વે તરવારથી શસ્ત્ર સજજ હતાં.

ન્યાયાધીશો 21:6

પોતાના ભાઈ બિન્યામીન કુળને ગુમાંવ્યાને લીધે સમગ્ર ઈસ્રાએલી પ્રજા ઊડું દુઃખ અનુભવતી હતી. તેઓ એક બીજાને કહેતા હતાં, સર્વનાશ થઈ ગયો, “આજે ઈસ્રાએલમાંથી એક કુળસમૂહ ભૂસાઈ ગયું.

1 શમુએલ 9:21

શાઉલે કહ્યું, “હું બિન્યામીનના વંશનો છું. અમાંરો વંશ તો ઇસ્રાએલીઓમાં સૌથી નાનો છે અને બિન્યામીની પ્રજામાં અમાંરૂ કુટુંબ નાનામાં નાનુ છે. તો તમે આવું કેમ કહો છો?”

2 શમએલ 3:19

આબ્નેરે આ બધું દાઉદને અને બિન્યામીનના કુળસમૂહના લોકોને હેબ્રોનમાં કહ્યું. તેણે જે કંઇ કહ્યું તે ઇસ્રાએલીઓએ અને બિન્યામીનીઓએ માંન્ય રાખ્યું.

1 કાળવ્રત્તાંત 12:16

બિન્યામીન અને યહૂદાના કુલસમૂહના કેટલાંક માણસો ગઢમાં દાઉદ પાસે આવ્યા.

1 કાળવ્રત્તાંત 12:29

બિન્યામીનના કુલસમૂહના: 3,000 શાઉલ એ વંશનો જ હતો. અને એમાંના મોટા ભાગના અત્યાર સુધી એને વફાદાર રહ્યા હતા.

1 કાળવ્રત્તાંત 15:3

તેથી યહોવાના કોશને માટે યરૂશાલેમમાં તૈયાર કરેલી જગ્યાએ તેને લઇ જવા માટે તેણે સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા.

1 કાળવ્રત્તાંત 27:12

નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

ગીતશાસ્ત્ર 26:12

યહોવાએ મને પડી જવા દીધો નથી, માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.

ગીતશાસ્ત્ર 47:9

ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટોના નેતાઓ ભેગા થયા છે. બધાં રાષ્ટોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે, દેવ સવોર્ચ્ચ છે.

ગીતશાસ્ત્ર 60:7

ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે; અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે. યહૂદિયા મારો રાજદંડ બનશે.

યશાયા 11:13

ન તો ઇસ્રાએલ યહૂદાની ઇર્ષ્યા કરશે કે, ન તો યહૂદા ઇસ્રાએલનું દુશ્મન રહેશે.

યશાયા 48:1

યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો. તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો, તમે યહૂદાના ફરજંદો છો: તમે યહોવાના નામે સમ ખાઓ છો અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો, પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ.”

યર્મિયાનો વિલાપ 37:19

ત્યારે તારે તેઓને કહેવું કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “હવે હું યૂસફ (એફ્રાઇમ) લાકડી લઇને હું એને યહૂદાની લાકડી સાથે જોડી દઉં છું. આ રીતે હું બે લાકડીમાંથી એક લાકડી બનાવી દઇશ અને એટલે મારા હાથમાં એક જ લાકડી થઇ જશે.’

Interlinear

Choose Theme