Home Bibles ગીતશાસ્ત્ર 68:26 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 68:26 · ગુજરાતી બાઇબલ

હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો; ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો. કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.

Cross references

નિર્ગમન 15:20

પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમાંમ સ્ત્રીઓ તેમની પાછળ પાછળ ખંજરીઓ લઈને નાચવા લાગી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યો.

પુનર્નિયમ 33:28

ઇસ્રાએલીઓ નિશ્ચિત થઈને સુરક્ષામાં વાસ કરે છે. યાકૂબના વંશજો મબલખ અનાજ અને દ્રાક્ષારસના ભંડાર સમી ધરતી પર, અકળ વરસાવતા આકાશ નીચે સુરક્ષિત રહે છે.

1 કાળવ્રત્તાંત 16:7

જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું.

ગીતશાસ્ત્ર 26:12

યહોવાએ મને પડી જવા દીધો નથી, માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.

ગીતશાસ્ત્ર 87:7

વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.”

ગીતશાસ્ત્ર 107:32

લોકોની સભામાં યહોવાને મોટા મનાવો; અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 111:1

યહોવાની સ્તુતિ કરો! ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.

ગીતશાસ્ત્ર 135:19

હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!

નીતિવચનો 5:16

તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ.

યશાયા 48:1

યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો. તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો, તમે યહૂદાના ફરજંદો છો: તમે યહોવાના નામે સમ ખાઓ છો અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો, પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ.”

Interlinear

Choose Theme