ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે; અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે. યહૂદિયા મારો રાજદંડ બનશે.
Cross references
યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.
એ મહાન પ્રતાપી બળદના જેવો છે, એનાં શિંગડાં રાની સાંઢના જેવાં છે, જે ભોંકી ભોંકીને તે પ્રજાઓને પૃથ્વીને છેડે હાંકી કાઢશે. એફાઈમના અસંખ્ય યોદ્વાઓ અને મનાશ્શાના હજારો યોદ્વાઓ એના શિંગડાં છે.”
અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.
મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.
આમ મનાશ્શાના કુળસમુહને ભાગે યર્દન નદીને સામે કાંઠે આવેલાં ગિલયાદ અને બાશાનની ભૂમિ ઉપરાંત ભૂમિના દશ ભાગ મળ્યા.
દાઉદે આખીશને કહ્યું, “સારું, અને આ સેવક શું કરી શકે છે તેની આપને ખબર પડશે.”આખીશે કહ્યું, “સારું, હું તને માંરો કાયમનો અંગરક્ષક બનાવીશ.”
દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.”
રૂબેન, અને ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના શિક્ષણ પામેલા અને બધા પ્રકારના શસ્ત્રો શજ્જ 1,20,000 યોદ્ધાઓ, તેઓ યર્દનની પેલે પારના હતા.
દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ. હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુકકોથની ખીણ આપીશ.