મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.
Cross references
મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા.
મરારીના કુળસમૂહ; માંહલી અને મૂશી. આ સર્વનાં નામો પરથી લેવીઓનાં ગોત્રોનાં નામ ગણાયા. આ થઈ લેવીના કુળસમૂહોની કુટુંબવાર યાદી.
લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં.
આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.
ગેશોર્મના પુત્રોને તેઓનાં કુલસમૂહો માટે ઇસ્સાખારના કુલમાંથી, આશેરના કુલમાંથી, નફતાલીના કુલમાંથી, અને બાશાનમાં રહેતા મનાશ્શાના કુલમાંથી થોડો હિસ્સો મળીને તેર નગરો મળ્યાં.
મરારીના વંશજોને, તેઓનાં કુલસમૂહો પ્રમાણે, રૂબેનના કુલમાંથી, ગાદના કુલમાંથી તથા ઝબુલોનના કુલમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો મળ્યાં.
ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં.