Home Bibles યહોશુઆ 21:6 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 21:6 · ગુજરાતી બાઇબલ

ગેર્શોનના કુટુંબના લોકોને ઈસ્સાખાર, આશેર, નફતાલી અને બાશાનમાંના અર્ધા મનાશ્શાની માંલિકીની ભૂમિમાંથી તેર નગરો આપવામાં આવ્યાં.

Cross references

નિર્ગમન 6:16

લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.

નિર્ગમન 6:17

ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.

ગણના 3:21

ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા.

યહોશુઆ 21:27

લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં.

યહોશુઆ 21:33

ગેર્શોનના કુટુંબને એકદરે ગૌચરો સહિત કુળ તેર નગરો મળ્યાં.

1 કાળવ્રત્તાંત 6:56

પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો તેઓએ યફુન્નેહના પુત્ર કાલેબને આપ્યાં.

1 કાળવ્રત્તાંત 6:62

ગેશોર્મના પુત્રોને તેઓનાં કુલસમૂહો માટે ઇસ્સાખારના કુલમાંથી, આશેરના કુલમાંથી, નફતાલીના કુલમાંથી, અને બાશાનમાં રહેતા મનાશ્શાના કુલમાંથી થોડો હિસ્સો મળીને તેર નગરો મળ્યાં.

1 કાળવ્રત્તાંત 6:71

ગેશોર્મના કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે અપાયેલા શહેરો આ પ્રમાણે હતા: બાશાન પ્રદેશનું ગોલાન તેનાં ગૌચરો સાથે; અને આશ્તારોથ તેનાં ગૌચરો સાથે.

Interlinear

Choose Theme