Home Bibles યહોશુઆ 21:8 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 21:8 · ગુજરાતી બાઇબલ

આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં.

Cross references

ઊત્પત્તિ 49:7

એમનો ક્રોધ એક શાપ છે. એ ખુબ મજબૂત છે. તેઓ જ્યારે ક્રોધમાં ગાંડાતૂર થાય છે ત્યારે ખૂબ જ નિર્દય બને છે. યાકૂબની ભૂમિમાં તેઓની પોતાની જમીન નહિ હોય. તેઓ આખા ઇસ્રાએલમાં પથરાઇ જશે.”

ગણના 32:2

તેથી તેઓએ મૂસા; યાજક એલઆઝાર અને સમાંજના આગેવાનો સમક્ષ આવીને કહ્યું,

ગણના 33:54

વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.

ગણના 35:3

તે નગરોમાં તેઓ વસવાટ કરશે અને ગૌચરની જમીનમાં તેઓ પોતાનાં ઢોરો, ઘેટાંબકરાં અને અન્ય પશુઓ રાખશે.

યહોશુઆ 18:6

તમાંરો દેશ સાત ભાગોમાં વિભાજીત અને ચિત્રિત થવાનો છે, અને તે લઈને માંરી પાસે આવજો, ત્યારબાદ હું આપણા દેવ યહોવાની સાક્ષીએ ચિઠ્ઠી નાખીશ તમને ભાગ સરખા પ્રમાંણમાં વહેંચી આપીશ.

યહોશુઆ 21:3

આથી યહોવાની આજ્ઞાનુસાર ઇસ્રાએલીઓએ પોતાના પ્રદેશમાંથી લેવીઓને આ પ્રમાંણેનાં શહેરો અને ગૌચરો આપ્યાં:

નીતિવચનો 16:33

લોકો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવે છે, પણ નિર્ણય તો તે બધાંયનો યહોવાના હાથમાં છે.

નીતિવચનો 18:18

સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.

Interlinear

Choose Theme