યશાયા
Chapter 12
ગુજરાતી બાઇબલ1તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.
2દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.
3અને તમે ઉદ્ધારના ઝરણામાંથી આનંદભેર પાણી ભરશો.”
4તમે તે દિવસે કહેશો કે, “યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો; સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો; તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો, ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે. અને તમારા સૌની વચ્ચે વસે છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.