ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, ‘ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!’
Cross references
આમને આમ બપોર થઈ ગઇ એટલે એલિયાએ તેમની મશ્કરી કરવા માંડી, તે બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો, તેઓ દેવ છે; એ વિચારમાં ઊંડા ડૂબી ગયા હશે, અથવા કંઈ કામમાં ગૂંથાયા હશે કે, પ્રવાસે ગયા હશે, કદાચ ઊંઘી પણ ગયા હોય તો જગાડવા પડે ને?”
જો તું ખંતથી દેવની શોધ કરશે અને એમની કરુણા યાચશે,
હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો? સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે, તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
હે યહોવા, જાગૃત થાઓ! હવે ઊંઘસો નહિ; અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે, હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે, “મારા માર્ગની યહોવાને ખબર નથી, હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
હે યહોવાના બાહુ, જાગૃત થાઓ! ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં, સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો. જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા, અને જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?
તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે. તારા દેવ, યહોવા, તને પાછી બોલાવીને કહે છે કે, “જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો તેને શી રીતે તજી શકાય?”
હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર, તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર. ક્યાં છે તારી શકિત? ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા? ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા? એને તું અટકવતો લાગે છે!
આમ છતાં, હે યહોવા, શું તમે સહાય કરવાની ના કરશો! શું તમારું હૃદય નહિ દ્રવે? શું હજુ પણ તમે શાંત રહેશો અને અમને અપાર વેદના આપતા રહેશો?
જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું, ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.
શિષ્યો ઈસુની પાસે ગયા અને તેને જગાડ્યો અને કહ્યું કે, “હે પ્રભુ, અમને બચાવ! અમે ડૂબી જઈશું!”
તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓએ કહ્યું, “સ્વામી! સ્વામી! આપણે ડૂબી જઈશું!”ઈસુ ઊભો થયો. તેણે પવનને અને પાણીનાં મોજાંને હૂકમ કર્યો. પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું.
ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ તેની લાંબી યાત્રાથી થાક્યો હતો. તેથી ઈસુ કૂવાની બાજુમાં બેઠો. તે વેળા લગભગ બપોર હતી.
આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.
તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.