Home Bibles ગીતશાસ્ત્ર 77:7 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 77:7 · ગુજરાતી બાઇબલ

“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?

Cross references

ગીતશાસ્ત્ર 4:5

યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો , અને યહોવા પર ભરોસો રાખો.

ગીતશાસ્ત્ર 13:1

હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?

ગીતશાસ્ત્ર 37:24

તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ, કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.

ગીતશાસ્ત્ર 44:9

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે. તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.

ગીતશાસ્ત્ર 74:1

હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?

ગીતશાસ્ત્ર 79:5

હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો ? તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?

ગીતશાસ્ત્ર 85:1

હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.

ગીતશાસ્ત્ર 85:5

શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?

ગીતશાસ્ત્ર 89:38

પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે, તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.

ગીતશાસ્ત્ર 89:46

હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ? શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?

ચર્મિયા 23:24

શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે? શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” આ યહોવાના વચન છે.

યર્મિયાનો વિલાપ 3:31

યહોવા આપણને કદી પણ નકારશે નહિ.

રોમનોને પત્ર 11:1

તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું.

Interlinear

Choose Theme