Home Bibles ☰ Books યશાયા 51:9 · ગુજરાતી બાઇબલ
યશાયા 51:9 · ગુજરાતી બાઇબલ

હે યહોવાના બાહુ, જાગૃત થાઓ! ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં, સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો. જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા, અને જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?

Cross references

પુનર્નિયમ 4:34

અથવા તમાંરા દેવ યહોવાની જેમ કોઈએ એક પ્રજાને બીજી પ્રજા પાસેથી પોતાને માંટે લઈ લેવાની હિંમત કરી છે? તેમણે તો મિસરમાં તમાંરે માંટે તમાંરા દેખતાં, પોતાના પ્રચંડ બાહુબળના ચમત્કારો બતાવીને ભયંકર આફતોનો વરસાદ વરસાવ્યો હતો. યુદ્ધો, ચમત્કારો, પરાક્રમો અને ભયાનક કૃત્યો કર્યા હતાં.

ન્યાયાધીશો 6:13

ત્યાર પછી ગિદિયોને કહ્યું, “માંરા યહોવા, જો યહોવા સાચે જ માંરી અને ઈસ્રાએલીઓની પડખે હોય તો અમને આ બધું શું થયું? અમાંરા પિતૃઓએ અમને યહોવાના પ્રચંડ કાર્યો વિષે કહ્યું હતું જ્યારે તેઓ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતાં, અને જ્યારે તેઓએ આ વિષે વાત કરી ત્યારે તેઓએ અદભૂત શોર્ય અને મહાન ઘટનાનું વર્ણન કર્યુ હતું. તે બધાં કયાં ગયા? હવે આજે તો યહોવાએ અમાંરો ત્યાગ કર્યો છે અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”

નહેમ્યા 9:7

તું તે જ યહોવા દેવ છે કે, જેણે ઇબ્રામને પસંદ કર્યો, તેં જ તેને ખાલ્દીઓના ઉરમાંથી બહાર કાઢયો અને તેં જ તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.

અયૂબ 26:12

દેવની શકિત સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તેણે રહાબનોનાશ કર્યો છે.

ગીતશાસ્ત્ર 7:6

હે યહોવા, કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.

ગીતશાસ્ત્ર 21:13

હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ; અને તમારા મહાન કમોર્ની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.

ગીતશાસ્ત્ર 44:1

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું; તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.

ગીતશાસ્ત્ર 44:2

વિદેશીઓની પ્રજાને, તમે તમારા હાથે હાંકી કાઢી, ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા.

ગીતશાસ્ત્ર 44:23

હે યહોવા, જાગૃત થાઓ! હવે ઊંઘસો નહિ; અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.

ગીતશાસ્ત્ર 44:24

તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો? તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?

ગીતશાસ્ત્ર 59:4

જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.

ગીતશાસ્ત્ર 74:13

તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.

ગીતશાસ્ત્ર 78:65

ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ, તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.

ગીતશાસ્ત્ર 87:4

જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ; મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.

ગીતશાસ્ત્ર 89:10

તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે. તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.

ગીતશાસ્ત્ર 89:11

આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.

Interlinear

Choose Theme