તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે, હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે, “મારા માર્ગની યહોવાને ખબર નથી, હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
Cross references
દાઉદે પોતાના મનમાં વિચાર કર્યો, “કોઈ દિવસ શાઉલ મને માંરી નાખશે, એટલે હું પલિસ્તીઓના પ્રદેશમાં નાસી જાઉં એ જ ઉત્તમ છે. તો શાઉલ માંરી આશા છોડી દેશે; અને આખા ઇસ્રાએલમાં માંરી શોધ કરવાનું માંડી વાળશે અને હું સુરક્ષિત રહી શકીશ.”
તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે. અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે.
“દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે, સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે, તેમના નામના સમ ખાઇને કહું છું;
યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે, હે ઇસ્રાએલ, તું મારો સેવક છે. મેં તને ઉત્પન્ન કર્યો છે, અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.
પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ. મેં મારી શકિત નકામી, વ્યર્થ વાપરી. તેમ છતાં, મને ખાતરી છે કે, યહોવા મને ન્યાય આપશે અને તે મને બદલો આપશે.”
છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ.