છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
Cross references
હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.
તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી, હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે, તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે, હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે, “મારા માર્ગની યહોવાને ખબર નથી, હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે. તારા દેવ, યહોવા, તને પાછી બોલાવીને કહે છે કે, “જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો તેને શી રીતે તજી શકાય?”
પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ.
ઇસ્રાએલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી, ત્યારે મેં તેને દૂરથી દર્શન દીધાં હતાં. હે ઇસ્રાએલી પ્રજા, “હું અનંત પ્રેમથી તને ચાહું છું, એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું.
તું શા કારણે અમને ભૂલી જાય છે? તેં શા માટે આટલા બધા દિવસ સુધી અમારો ત્યાગ કર્યો છે?
તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું.