Home Bibles અયૂબ 5:12 · ગુજરાતી બાઇબલ
અયૂબ 5:12 · ગુજરાતી બાઇબલ

તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય.

Cross references

ઊત્પત્તિ 31:22

ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે, યાકૂબ ભાગી ગયો છે.

1 શમુએલ 23:13

આથી દાઉદ અને તેના આશરે 600 માંણસો તરત જ કઈલાહ છોડી ગયા અને અહીંથી તહીં ભટકતા રહ્યા. જયારે શાઉલને ખબર પડી કે દાઉદ કઈલાહથી ભાગી ગયો છે, ત્યારે તેણે હુમલાનો વિચાર માંડી વાળ્યો.

2 શમએલ 11:9

પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી.

2 શમએલ 17:14

ત્યારબાદ આબ્શાલોમે તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ કહ્યું, “હૂશાયની સલાહ અહીથોફેલની સલાહ કરતા વધારે સારી છે.” યહોવાએ અહીથોફેલની સારી સલાહને મીટાવી દેવાનું નક્કી કર્યુ હતું, જેથી દેવ આબ્શાલોમનું ખરાબ કરે.

2 રાજઓ 6:9

પણ દેવભકત એલિશાએ ઇસ્રાએલના રાજાને સંદેશો મોકલી ચેતવ્યો કે, “અમુક જગ્યાએ સાવધ રહેજો, કારણ, અરામીઓ ત્યાં હુમલો કરનાર છે.”

નહેમ્યા 4:9

પણ અમે અમારા દેવને પ્રાર્થના કરી અને તેમની સામે ચોકી કરવા રાતદિવસનો પહેરો ગોઠવી દીધો.

નહેમ્યા 4:15

જ્યારે અમારા વિરોધીઓને ખબર પડી કે અમને તેઓના કાવત્રાની જાણ થઇ ગઇ છે અને યહોવાએ તેઓની યોજના નિષ્ફળ બનાવી છે. પછી અમે સર્વ દીવાલ સમારવા ગયા.

અયૂબ 12:16

દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે. છેતરનારા અને છેતરાયેલાં બંને તેનાં હાથમાં જ છે.

ગીતશાસ્ત્ર 21:11

કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે. છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.

ગીતશાસ્ત્ર 33:10

યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.

ગીતશાસ્ત્ર 37:17

કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.

નીતિવચનો 21:30

કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.

નીતિવચનો 22:12

યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે.

યશાયા 8:10

અમારી સામે આક્રમણ કરવાની યોજનાઓ તૈયાર કરો, તમારી વ્યૂહરચનાઓ વિકસાવો, સભાઓ બોલાવો; અને નાશ પામો! કારણ કે યહોવા અમારી સાથે છે.

યશાયા 19:3

મિસર તેને લીધે હિંમત હારી જશે; અને હું તેની યોજના ઊંધી વાળીશ, અને તેઓ મૂર્તિઓને, મૃતાત્માઓને, તાંત્રિકોને અને પ્રેતાત્માઓને પ્રશ્ર્ન પૂછશે.”

યશાયા 37:36

તે જ રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1ણ 85 ણ000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ એ બધા મરેલા પડ્યા હતા.

યશાયા 44:25

હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું.

ચર્મિયા 49:7

અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?

પ્રેરિતોનાં ક્રત્યો 12:11

પછી શું બન્યું હતું તેનું ભાન પિતરને થયું. તેણે વિચાર્યુ, “હવે મને ખબર પડી કે પ્રભુએ ખરેખર તેના દૂતને મારી પાસે મોકલ્યો હતો. તેણે મને હેરોદથી બચાવ્યો. યહૂદિ લોકોએ વિચાર્યુ કે મારી સાથે ખરાબ થવાનું હતું પરંતુ પ્રભુએ મને આ બધી બાબતોમાંથી બચાવ્યો છે.”

પ્રેરિતોનાં ક્રત્યો 23:12

બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ.

Interlinear

Choose Theme