પણ અમે અમારા દેવને પ્રાર્થના કરી અને તેમની સામે ચોકી કરવા રાતદિવસનો પહેરો ગોઠવી દીધો.
Cross references
યાકૂબે કહ્યું, “હે માંરા પૂર્વજ ઇબ્રાહિમના દેવ, હે માંરા પિતા ઇસહાકના દેવ! તેં જ મને કહ્યું હતું કે, ‘તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ.
પછી પુરુષે કહ્યું, “હવે તારું નામ યાકૂબ નહિ પણ ઇસ્રાએલ કહેવાશે. કારણ કે તેં દેવ સાથે તથા પુરુષો સાથે લડીને વિજય મેળવ્યો છે.”
હિઝિક્યાએ સંદેશવાહકો પાસેથી પત્ર લીધો, પછી તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવાની સમક્ષ એ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.
અમારા શત્રુઓએ કહ્યું, ‘આપણે તેમના પર તૂટી પડીશું અને તેમને ખબર પડે અને જુએ તે પહેલાં તેમને મારી નાખીશું. આપણે કામ પણ અટકાવી દઇશું.”‘
તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય.
યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”
હું તો દેવને પોકાર કરીશ, તેથી યહોવા મારું તારણ કરશે.
યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે.
જાગતા રહો, અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. તમારો આત્મા જે સાચું છે તે કરવા ઇચ્છે છે. પણ તમારું શરીર અબળ છે.”
પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”
તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”
જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે.
તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે.