કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે. દેવ તેમના દુષ્ટકમોર્નો નાશ કરે છે.
Cross references
યહોવાના દૂતને જોતા ગધેડી એક તરફ પથ્થરની વાડની નજીક ચાલવા લાગી અને બલામનો પગ દિવાલમાં ચગદાયો, તેથી તેણે ગધેડીને ફરી માંરી.
જયારે કોઈકે દાઉદને કહ્યું કે “અહીથોફેલ જે લોકોએ આબ્શાલોમની સાથે યોજના બનાવી છે.” તેની સાથે ભેગો ભળી ગયો છે, દાઉદે પ્રાર્થના કરી: “ઓ યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને નિરર્થક બનાવજે.”
પણ જો તું નગરમાં જઈને આબ્શાલોમને કહે કે, ‘હું આપની સેવા કરીશ, મેં આપના પિતાની સેવા કરી હતી પરંતુ હવે હું આપની સેવા કરીશ.’ આ રીતે તું અહીથોફલની સલાહ નિરર્થક બનાવી દઇશ.
અહીથોફેલે જોયું કે પોતાની સલાહ માંનવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને પોતાના નગરમાં ગયો; પોતાના કુટુંબની વ્યવસ્થા કરીને પછી તે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણેે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો,
એટલે હામાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર તેને પોતાને ચઢાવી દેવામાં આવ્યો. તે પછી રાજાનો ગુસ્સો શમી ગયો.
પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરૂદ્ધ યોજી હતી તે અને તેના કુટુંબીઓને જ તેનો ભોગ બને; અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઇએ.
તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે. અને તે પોતેજ તેમાં જઇને પડશે.
જે રાષ્ટોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા, તેઓ પોતેજ ખાડામાં પડયા છે. તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે. યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો. પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
કારણ કે છેતરપિંડી કરનારા માણસોને યહોવા દુ:ખી કરે છે. વાંકા માણસોને યહોવા ધિક્કારે છે પણ પ્રામાણિક માણસોને તે પોતાના અંગત ગણે છે.
મિસર તેને લીધે હિંમત હારી જશે; અને હું તેની યોજના ઊંધી વાળીશ, અને તેઓ મૂર્તિઓને, મૃતાત્માઓને, તાંત્રિકોને અને પ્રેતાત્માઓને પ્રશ્ર્ન પૂછશે.”
હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું.
‘શાણા માણસો લજ્જિત થશે, તેઓ ડરી જશે અને તેમના કામો ઉઘાડા પડી જશે. નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા. તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે?
યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો, ‘ખેતરમાં ખાતરની માફક તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે. અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.”‘
અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?
દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ. હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” યશાયા 29:14
શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”