Home Bibles નીતિવચનો 21:30 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 21:30 · ગુજરાતી બાઇબલ

કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.

Cross references

યહોશુઆ 2:2

પણ યરીખોના રાજાએ કોઈ પાસેથી સાંભળ્યું કે, “ગઈ રાત્રે કેટલાક ઇસ્રાએલી જાસૂસો આપણા દેશની જાસૂસી કરવા આવ્યા હતા.”

2 શમએલ 11:9

પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી.

1 રાજઓ 14:6

આથી અહિયાએ જયારે બારણાં આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “આવ, અંદર આવ, યરોબઆમની પત્ની, તું બીજી સ્રી હોવાનો ઢોંગ શા માંટે કરે છે? માંરે તને માંઠા સમાંચાર આપવાના છે.

2 રાજઓ 6:12

ત્યારે એક અમલદાર બોલ્યો, “મુરબ્બી રાજા, કોઈ નહિ, પણ ઇસ્રાએલમાં રહેતા પ્રબોધક એલિશા તમે તમાંરા શયનખંડમાં પણ જે શબ્દો ઉચ્ચારો છો, તે ઇસ્રાએલના રાજાને કહી દે છે.”

અયૂબ 41:2

શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે? તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?

નીતિવચનો 19:21

વ્યકિતના મનમાં અનેક યોજનાઓ હોય છે, પણ ફકત યહોવાની ઇચ્છાઓ જ પ્રચલિત રહેશે.

યશાયા 7:5

અરામીઓએ ઇસ્રાએલીઓ સાથે અને તેમના રાજા જે રમાલ્યાના પુત્ર છે તેની સાથે હાથ મિલાવીનેે તારી વિરુદ્ધ કાવત્રું રચ્યું છે.

યશાયા 8:9

હે રાષ્ટો! તમે અમારું ભૂંડુ કરવા નીકળ્યા છો. પણ તમે સફળ થઇ શકશો નહિ, તમે છિન્નભિન્ન થઇ જશો, હે દૂરના રાષ્ટો, તમે બધા સાંભળો; અમારી સામે યુદ્ધ કરવા તમારી જાતને સુસજ્જ કરો હા, અને નાશ પામો!

યશાયા 14:27

સૈન્યોના દેવ યહોવાની આ યોજના છે, અને એને કોણ સમાપ્ત કરી શકે? તેમણે હાથ ઉગામ્યો છે, એને પાછો કોણ વાળી શકે?

યશાયા 36:5

તું શું એમ માને છે કે, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળ માત્ર ખોખલાં શબ્દો લઇ શકે છે? તું કોના ઉપર આધાર રાખીને મારી સામે બળવો પોકારે છે?

યશાયા 46:10

”ભવિષ્યમાં જે બનવાનું છે તે વિષે તમને કોણ કહી શકે? મારી ઇચ્છા પ્રમાણે જ બધું બનશે કારણ કે મને જેમ ગમે તેમ હું કરું છું.

ચર્મિયા 9:23

યહોવા કહે છે, “જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.

યૂના 1:13

પરંતુ કિનારે પહોંચી જવાને માટે બહુ જ હલેસા મારવા પ્રયત્ન કર્યા, પણ તેઓ સફળ થયા નહિ, કારણ દરિયો વધારે ને વધારે વિષમ થતો જતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 4:27

જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 5:39

પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!” ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા.

1 કરિંથીઓને 3:19

શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”

1 પિતરનો પત્ર 2:8

અવિશ્વાસીઓ માટે, તે છે: “તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે, એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” યશાયા 8:14 લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.

Interlinear

Choose Theme