Home Bibles નિર્ગમન 3:7 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 3:7 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે.

Cross references

ઊત્પત્તિ 18:21

એટલા માંટેં હું ત્યાં જઈશ અને જોઈશ કે, મેં સાંભળ્યુંં છે તેટલી ખરાબ હાલત છે? પછી મને બરાબર ખબર પડશે.”

ઊત્પત્તિ 29:32

લેઆહે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ રૂબેન રાખ્યું. તેણે કહ્યું, “યહોવાએ માંરાં દુ:ખો સામે જોયું છે. માંરા પતિ મને પ્રેમ કરતાં નથી. તેથી કદાચ એવું બને કે, માંરા પતિ મને પ્રેમ કરે.”

ઊત્પત્તિ 31:12

“દેવના દૂતે કહ્યું, ‘જો, ગર્ભધારણ કરનારાં ટોળામાં નર ઢોર બધાં જ ચટાપટાવાળા, ટપકાવાળાં અને કાબરચીતરા છે; હું આમ કહી રહ્યો છું કારણ કે લાબાનનો તારી સાથે દુર્વ્યવહાર મેં જોયો છે.

નિર્ગમન 1:8

હવે મિસરમાં એક નવા રાજાનું શાસન શરૂ થયું. તે વ્યક્તિને યૂસફ વિષે કશી જ ખબર નહોતી.

નિર્ગમન 1:11

એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં.

નિર્ગમન 2:23

હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો એ પોકાર દેવ સુધી પહોંચ્યો.

નિર્ગમન 2:25

અને દેવે ઇસ્રાએલીઓની સ્થિતી જોઈ અને તેમને ખબર હતી કે તે વહેલા તેઓની મદદ કરવાના છે.

નિર્ગમન 22:23

જો તમે કોઈ પણ પ્રકારે ત્રાસ અથવા તેમને દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ.

1 શમુએલ 9:16

“આવતી કાલે આ સમયે હું બિન્યામીનના પ્રદેશમાંથી એક વ્યકિતને હું તારી પાસે મોકલીશ. તેનો તું ઇસ્રાએલી લોકોના રાજા તરીકે અભિષેક કરજે, અને તે ઇસ્રાએલના લોકોને પલિસ્તીઓંથી બચાવશે. કેમકે મેં માંરા લોકોનું દુ:ખ જોયું છે, અને તેમની ફરિયાદ સાંભળી છે.”

2 રાજઓ 13:4

પરંતુ યહોઆહાઝે યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના સાંભળી, કારણ અરામના રાજાએ ઇસ્રાએલના લોકોને કેવો ત્રાસ આપ્યો હતો, તે તેણે જોયંુ હતું.

2 રાજઓ 20:5

“તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ.

નહેમ્યા 9:9

તેં મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ જોયાં, અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો;

ગીતશાસ્ત્ર 9:14

જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

ગીતશાસ્ત્ર 12:6

યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

ગીતશાસ્ત્ર 22:24

તે ગરીબને જ્યારે મુસીબતો હોય ત્યારે કદી એમની અવગણના નથી કરતા. તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી. તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.

ગીતશાસ્ત્ર 34:4

યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.

ગીતશાસ્ત્ર 34:6

આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો, અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.

ગીતશાસ્ત્ર 106:44

તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.

ગીતશાસ્ત્ર 142:3

હું બેહોશ થવાનો હોઉં, ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ; જે રસ્તે હું ચાલું છું; તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.

ગીતશાસ્ત્ર 145:19

યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે; સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.

યશાયા 63:9

અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા. તેઓને બચાવવા માટે તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો, તે જાતે આવ્યા હતા. તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય તેઓને ઉપાડ્યા કર્યા.

હિબ્રૂઓને પત્ર 4:15

ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.

Interlinear

Choose Theme