તે ગરીબને જ્યારે મુસીબતો હોય ત્યારે કદી એમની અવગણના નથી કરતા. તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી. તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
Cross references
હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું, પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી. હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
હું માણસ નથી પણ માત્ર કીડો છુ. સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે. અને મને તુચ્છ ગણે છે.
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો, અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે, “હે યહોવા, તમારા જેવું કોણ છે? જે લાચારને બળવાનથી બચાવે છે, અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
પણ હે દેવ હું તો નિ:સહાય અને ઉદાસ છું; હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ.
મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી; તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી.
ઈસુએ જોરથી ઊચા અવાજે પોકાર કર્યો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.? ઈસુએ એમ કહ્યું, પછી તે મૃત્યુ પામ્યો.
ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી.