Home Bibles ગીતશાસ્ત્ર 34:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 34:6 · ગુજરાતી બાઇબલ

આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો, અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.

Cross references

ઊત્પત્તિ 48:16

જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો. અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”

1 શમુએલ 1:18

હાન્નાએ કહ્યું, “તમાંરો આભાર, માંરા ઉપર દયા રાખતા રહેજો.” અને પછી તે ચાલી ગઈ. તેણે થોડું ખાધું, હવે તે ઉદાસ રહેતી નહોતી.

2 શમએલ 22:1

યહોવાએ દાઉદને તેના સર્વ શત્રુઓના અને શાઉલના હાથમાંથી ઉગારી લીધો ત્યારે તેણે આ પ્રમાંણે યહોવાનાં ગુણગાન ગાયાં;

ગીતશાસ્ત્ર 3:4

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

ગીતશાસ્ત્ર 10:17

હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો. અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.

ગીતશાસ્ત્ર 34:17

યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે, અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.

ગીતશાસ્ત્ર 40:17

હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો; હે મારા દેવ, તમે મારા સહાયક તથા મુકિતદાતા છો; માટે હવે વિલંબ ન કરશો.

ગીતશાસ્ત્ર 66:16

હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો; તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.

યર્મિયાનો વિલાપ 3:56

હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.

પ્રકટીકરણ 7:14

મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”અને તે વડીલે કહ્યું કે, જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે.

Interlinear

Choose Theme