Home Bibles ગીતશાસ્ત્ર 106:44 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 106:44 · ગુજરાતી બાઇબલ

તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.

Cross references

ન્યાયાધીશો 2:18

જયારે જયારે યહોવા તેમના ઉપર કોઈ ન્યાયાધીશ નીમતા ત્યારે તેઓ તેની સાથે રહેતા, તેણે તેઓની કાળજી લીધી અને તેમનું તેમના શત્રુઓથી રક્ષણ કર્યુ. તેણે તેઓની ઉપર દયા બતાવવા આમ કર્યુ કારણકે તેઓના શત્રુઓ દ્વારા તેમના ઉપર જુલમો અને અત્યાચારો થયાં હતાં.

ન્યાયાધીશો 3:9

ત્યાર પછી ઈસ્રાએલીઓએ યહોવાને ધા નાખી અને તેણે તેમને ઉગારવા માંટે એક માંણસ મોકલ્યો. એ કાલેબના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથ્નીએલ હતો.

ન્યાયાધીશો 4:3

યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.

ન્યાયાધીશો 6:6

આમ ઈસ્રાએલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતાં.

ન્યાયાધીશો 6:7

આથી ઈસ્રાએલીઓએ મિદ્યાનીઓ સામે મદદ મેળવવા યહોવાને પોકાર કર્યો.

ન્યાયાધીશો 6:8

ત્યારે યહોવાએ એક પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો, તેણે તેઓને કહ્યું, “ઈસ્રાએલના દેવ યહોવા જે કહે છે તે આ છે; તમને મિસરમાંથી મેં બહાર કાઢયા હતાં અને તમને ગુલામીમાંથી મુક્ત કર્યા હતાં.

ન્યાયાધીશો 10:10

પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.”

1 શમુએલ 7:8

અને ઇસ્રાએલીઓએ શમુએલને કહ્યું, “પ્રાર્થના કરતા રહો અને યહોવાને કહો કે પલિસ્તીઓથી અમાંરું રક્ષણ કરજો.”

1 શમુએલ 9:16

“આવતી કાલે આ સમયે હું બિન્યામીનના પ્રદેશમાંથી એક વ્યકિતને હું તારી પાસે મોકલીશ. તેનો તું ઇસ્રાએલી લોકોના રાજા તરીકે અભિષેક કરજે, અને તે ઇસ્રાએલના લોકોને પલિસ્તીઓંથી બચાવશે. કેમકે મેં માંરા લોકોનું દુ:ખ જોયું છે, અને તેમની ફરિયાદ સાંભળી છે.”

2 રાજઓ 14:26

કારણ, યહોવાએ જોઈ લીધું હતું કે ઇસ્રાએલને કેવાં આકરાં કષ્ટો સહન કરવાં પડે છે અને ઇસ્રાએલની સાથે ચડે એવું કોઈ રહ્યું નહોતું.

2 કાળવ્રત્તાંત 6:25

તો તું આકાશમાંથી સાંભળજે, તારા લોકો ઇસ્રાએલીઓના પાપ માફ કરજે અને તું તેમને અને એમના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં તેમને પાછા લાવજે.

નહેમ્યા 9:27

માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા, જેઓએ તેમને ત્રાસ આપ્યો. તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો, ત્યારે તેં સ્વર્ગમાંથી સાંભળ્યું; અને મહાન દયાળુ હોવાથી તેં તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.

ગીતશાસ્ત્ર 107:6

ખમાંથી છોડાવ્યાં.

ગીતશાસ્ત્ર 107:13

ખમાંથી તાર્યા.

ગીતશાસ્ત્ર 107:19

ખમાંથી તારે છે.

ગીતશાસ્ત્ર 107:28

ખમાંથી કાઢે છે.

ગીતશાસ્ત્ર 136:23

જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Interlinear

Choose Theme