હવે મિસરમાં એક નવા રાજાનું શાસન શરૂ થયું. તે વ્યક્તિને યૂસફ વિષે કશી જ ખબર નહોતી.
Cross references
પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે.
મેં ઇસ્રાએલના લોકોનું રૂદન સાંભળ્યું છે, અને મિસરીઓ તેમના ઉપર જે ત્રાસ અત્યાચાર કરે છે તે મેં નજરે નિહાળ્યા છે.
યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, “હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે;
તેના પછી આ આખી પેઢી ગુજરી ગઈ. બીજી પેઢી આવી, તેને ન હતી યહોવાની ખબર કે ન હતી ઈસ્રાએલીઓ માંટે તેણે કરેલાં ઉમદા કાર્યોની ખબર.
જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે.
હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો.