Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 19:4 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 19:4 · ગુજરાતી બાઇબલ

આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.

Cross references

લેવીય 19:27

“તમાંરા કાનની બાજુના વાળ મૂર્તિપૂજાકોની જેમ કાપો નહિ, તમાંરી દાઢી બોડવી નહિ.

2 શમએલ 10:4

આથી હાનૂને દાઉદના માંણસોને પકડીને, તેઓની અડધી દાઢી મૂંડાવી નાખી, તેમનાં કપડાં કમર નીચેથી કપાવી નાંખ્યા અને તેમને મોકલી દીધા.

2 કાળવ્રત્તાંત 36:16

પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો.

ગીતશાસ્ત્ર 35:12

તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે, તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.

ગીતશાસ્ત્ર 109:4

તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે; પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું .

યશાયા 15:2

દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે. મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે. બધા જ માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;

યશાયા 20:4

તે જ રીતે આશ્શૂરનો રાજા મિસરના અને કૂશના કેદીઓને, જુવાનોને, તેમજ વૃદ્ધોને નવસ્રા અને ઉઘાડા પગે, નગ્નાવસ્થામાં હાંકીને લઇ જશે, જેનાથી મિસરને શરમાવું પડશે.

યશાયા 47:2

ઘંટી લઇને તારે લોટ દળવો પડશે; બુરખો કાઢી નાખી, ઘાઘરો ઊંચો ખોસી, પગ ઉઘાડા કરીને નદીનહેરો ઓળંગવી પડશે.

ચર્મિયા 41:5

શખેમ, શીલોહ તથા સમરૂનમાંથી એંસી માણસો યહોવાની ભકિત કરવા માટે મંદિરમાં આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવેલી હતી તથા પોતાનાં કપડા ફાડ્યાં હતાં, અને પોતાના શરીરો પર ઘા કર્યા હતા. તેઓ અર્પણો તથા ધૂપ લઇને આવ્યા હતા.

ચર્મિયા 48:37

હા, હરેક માણસનું માથું મૂડાયું છે અને બધા માણસની દાઢી બોડવામાં આવી છે. તેઓના હાથ કાપાઓથી ભરેલા છે. અને તેઓ સૌએ શણના વસ્રો પહેર્યા છે.

માર્ક 12:4

પછી તે માણસે બીજા એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો. તે ખેડૂતોએ તેનું માંથુ ફોડી નાખ્યું. તેઓએ તેને માટે કોઈ માન બતાવ્યું નહિ.

લૂક 20:10

થોડા સમય પછી દ્ધાક્ષની ફસલનો સમય આવ્યો. તેથી તે માણસે પેલા ખેડૂતો પાસે એક ચાકરને મોકલ્યો, જેથી તેઓ તેને તેના ભાગની દ્ધાક્ષ આપે. પણ તે ખેડૂતોએ ચાકરને માર્યો અને કંઈ પણ આપ્યા વિના કાઢી મૂક્યો.

Interlinear

Choose Theme