Home Bibles 1 કાળવ્રત્તાંત 19:3 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 19:3 · ગુજરાતી બાઇબલ

ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તમે શું એમ માનો છો કે, તમારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.”

Cross references

ઊત્પત્તિ 42:9

પોતાને એ લોકો વિષે જે સ્વપ્નો આવ્યા હતાં તેનું સ્મરણ થયું.અને યૂસફે તેમને કહ્યું, “તમે જાસૂસ છો; દેશનાં છિદ્રો જોવા આવ્યા છો.”

યહોશુઆ 2:1

ત્યાર પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી ઇસ્રાએલી છાવણીમાંથી બે જાસૂસો મોકલ્યા. તેણે તેઓને કહ્યું, “જાઓ તમે જઈને દેશની તથા યરીખોનગરની બાતમી કાઢો.” તેથી તેઓ યરીખો ગયા. યરીખોમાં રાહાબ નામની વારાંગના સ્ત્રી, ધર્મશાળા ચલાવતી હતી, તેઓ તેણીના સ્થાને ગયા અને ત્યાં રાત રોકાવાની યોજના કરતા હતા.

ન્યાયાધીશો 1:23

તેઓએ બેથેલમાં પહેલાં જાસૂસો મોકલ્યા. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું.

ન્યાયાધીશો 18:2

તેથી દાનના કુળસમૂહે પાંચ શૂરવીર પુરુષોને સોરાહ અને એશ્તાઓલ નગરોમાંથી પસંદ કર્યા, તેઓએ સ્થાયી થવા માંટે અને તેઓના કુળના ઉછેર માંટે યોગ્ય સ્થળ શોધવું હતું. તેથી તેઓએ “જાઓ અને દેશની શોધ કરો” કહીને પ્રદેશની શોધ કરવા આ શૂરવીરોને મોકલ્યા.એફ્રાઈમના પર્વત ઉપર પહોંચ્યા અને મીખાહના ઘરે રાત રોકાયા,

ન્યાયાધીશો 18:8

તેઓ સોરાહ અને એશ્તાઓલમાં પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું, “શું સમાંચાર છે?”

1 શમુએલ 29:4

પલિસ્તી સેનાપતિઓએ રોષે ભરાઈને કહ્યું, “તમે એને જે શહેર આપ્યું હતું, ત્યાં એને પાછો મોકલો, એને યદ્ધમાં આપણી સાથે આવવા દેતા નહિ. કારણ, યદ્ધ દરમ્યાન એ આપણને કદાચ દગો દે. તે કદાચ તેના પોતાના ધણીને પ્રસન્ન કરવા આપણા મૅંણસોને માંરી નાખે.

1 શમુએલ 29:9

પણ આખીશે કહ્યું, “માંરી નજરમાં તું દેવે મોકલેલા દૂત જેવો છે, હું જાણું છું કે તું સારો મૅંણસ છે. પણ પલિસ્તી સૈનિકના સેનાપતિઓ કહે છે ‘દાઉદ આપણી સાથે યદ્ધમાં ન આવવો જોઈએ.’

1 રાજઓ 12:8

પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી,

1 કરિંથીઓને 13:5

પ્રીતિ ઉદ્ધત નથી, પ્રીતિ સ્વાર્થી નથી અને પ્રીતિ આસાનીથી ક્રોધિત પણ થઈ જતી નથી. પ્રીતિ તેની સામે થયેલા અનુચિત વ્યવહારને યાદ રાખથી નથી.

Interlinear

Choose Theme